PICS: 5 સ્ટાર હોટલમાં ડ્રગ્સ પાર્ટીની મજા માણી રહી હતી આ અભિનેત્રી, બર્થડેના દિવસે જ થઈ ધરપકડ

આ મામલો મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારનો છે. જ્યાં એક આલીશાન હોટલમાં અભિનેત્રી પોતાની બર્થડે પાર્ટી કરી રહી હતી.

ફિલ્મ જગતમાં ડ્રગ્સને લઈને છેલ્લા કેટલાય દાયકાઓથી વાત થતી રહી છે પરંતુ સુશાંત સિંહ રાજપૂત મૃત્યુકેસ બાદથી પ્રશાસન તેને લઈને ખુબ અલર્ટ રહેવા લાગ્યું છે. જો કે આમ છતાં કેટલાક લોકો પોતાની આદતોમાંથી બહાર આવતા નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ અભિનેત્રી નાયરા નેહલની પોલીસે રેડ દરમિયાન ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. 

ડ્રગ્સ સાથે થઈ ધરપકડ

1/6
image

નાયરા નેહલ શાહની પોલીસે તેના જન્મદિવસે જ ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક ફાઈવસ્ટાર હોટલમાં તે ડ્રગ્સ પાર્ટી કરી રહી હતી. 

5 સ્ટાર હોટલમાં ચાલુ હતી પાર્ટી

2/6
image

આ મામલો મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારનો છે. જ્યાં એક આલીશાન હોટલમાં નેહલ પોતાની બર્થડે પાર્ટી કરી રહી હતી. તે સમયે પોલીસને કોઈએ પાર્ટીમાં ડ્રગ્સના ઉપયોગ અંગે જાણ કરી. 

મોડી રાતે રેડ પડી

3/6
image

રિપોર્ટ્સનું માનીએ તો ત્યારબાદ પોલીસે રાતે 3 વાગે દરોડો પાડ્યો અને નાયરાની ડ્રગ્સ સાથે ધરપકડ કરી. અત્રે જણાવવાનું કે નાયરા ફિલ્મો અને ટીવી શોમાં નાના મોટા રોલ કરતી રહી છે. 

પોલીસે કેસ દાખલ કર્યો

4/6
image

સાંતાક્રૂઝ પોલીસે અભિનેત્રી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. અત્રે જણાવવાનું કે નાયરા નેહલ અને તેના મિત્રને અહીં ડ્રગ્સ લેતા રંગે હાથે પકડવામાં આવ્યા છે. 

જામીન પર બહાર

5/6
image

સોમવારે સાંતાક્રૂઝ પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કર્યા અને ત્યારબાદ બંનેને જામીન પર છોડી મૂકવામાં આવ્યા. પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. 

તેલુગુ ફિલ્મોમાં કર્યું છે કામ

6/6
image

અત્રે જણાવવાનું કે નાયરાએ કેટલીક તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે ડ્રગ્સ સાથે પકડાયા બાદ હવે તેની કરિયર ખાડે જઈ શકે છે.