Sidharth Kiara Wedding Photo: હવે અમારૂ પરમિનેન્ટ બુકિંગ થઈ ગયું, પતિ સિદ્ધાર્થની સાથે કિયારાએ શેર કરી વેડિંગની તસવીરો

Sidharth Kiara Wedding Photo: જેની ફેન્સ રાહ જોઈ રહ્યાં હતા તે ક્ષણ આવી ગઈ. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની તસવીરો સામે આવી છે, જેમાં વર-કન્યા બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને ચાહકોનું દિલ કહી રહ્યું છે કે બંનેને કોઈની નજર ન લાગે. 

1/5
image

Sidharth Kiara Wedding Photo: સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) લગ્નના બંધનમાં બંધાયા છે. આ બંનેના લગ્નની તસવીર સામે આવી છે. ફોટોમાં બંને એકબીજાના પ્રેમમાં ડૂબી રહ્યાં છે. સિદ્ધાર્થ અને કિયારા બંનેએ પોતાના આ ખાસ દિવસ પર ક્રીમ અને પિંક કલરના રંગને પસંદ કર્યો. સિદ્ધાર્થ અને કિયારા બંને આ આઉટફિટમાં સુંદર લાગી રહ્યાં છે. લગ્નનો ફોટો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટો શેર કરતા બંનેને ફેન્સ શુભેચ્છા આપી રહ્યાં છે. 

કિયારા-સિદ્ધાર્થે શેર કરી તસવીરો

2/5
image

વેડિંગની તસવીરોને કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં બંને સૂર્યગઢ પેલેસમાં લગ્ન બાદ પોઝ આપતા જોવા મળી રહ્યાં છે. આ ન્યૂલી વેડ કપલે લગ્નની તસવીર શેર કરી તો ફેન્સ અને સેલેબ્સ બંનેને શુભેચ્છા આપી રહ્યાં છે. 

આજે કર્યાં લગ્ન

3/5
image

મીડિયા રિપોર્ટ પ્રમાણે બપોરે 2થી 4 કલાક વચ્ચે સિદ્ધાર્થ અને કિયારા સૂર્યગઢ પેલેસમાં લગ્નના બંધનમાં બંધાયા છે. આ બંનેના લગ્નની તસવીરોની ફેન્સ બપોરથી રાહ જોઈ રહ્યાં હતા પરંતુ સિતારાઓએ પોતાની એક ઝલક દેખાડવા માટે ફેન્સને રાહ જોવડાવી હતી અને ત્યારબાદ લગ્નની પ્રથમ તસવીર શેર કરી છે. 

4/5
image

લગ્ન પહેલા સૂર્યગઢ પેલેસની અંદરના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં મહેલને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. તે જ સમયે, સંગીત સેરેમનીમાં, ગુલાબી રંગ પ્રકાશ સાથે ચમકતો જોવા મળ્યો હતો. જો રિપોર્ટ્સનું માનીએ તો, સિદ્ધાર્થની કેટલીક વર્ક કમિટમેન્ટ્સને કારણે આ સ્ટાર્સ લગ્ન પછી તરત જ હનીમૂન માટે નહીં નીકળે.

5/5
image