Success Story: ગુજરાત કેડરની આ ઓફિસર કોઇ અભિનેત્રીથી કમ નથી, રિસેપ્શનિસ્ટથી IPS ની સફર

IPS Pooja Yadav: હરિયાણાની રહેવાસી IPS Pooja Yadav સુંદરતાના મામલે કોઇ બોલીવુડ અભિનેત્રીથી કમ નથી. તે વર્ષ 2018 બેચની આઇપીએસ અધિકારી છે.  (IPS Pooja Yadav Biography). સોશિયલ મીડિયા પર પોપુલર યૂજા યાદવએ સરકારી નોકરી પહેલાં કેનેડા અને જર્મનીની કંપનીઓમાં કામ કર્યું છે. જાણો આપીએસ પૂજા યાદવની સક્સેસ સ્ટોરી. 

1/6
image

આઇપીએસ પૂજા યાદવનો જન્મ 20 સપ્ટેમ્બર 1988 ના રોજ થયો હતો. તેમનું બાળપણ હરિયાણમાં પસાર થયું. પૂજા યાદવની ગણતરી દેશની સૌથી સુંદર વહીવટી અધિકારીઓમાં કરવામાં આવે છે. તે 2018 બેચની આઇપીએસ અધિકારી છે. પૂજા યાદવે આ સરકારી પહેલાં દેશ વિદેશમાં ઘણી નોકરીઓ કરી છે. 

2/6
image

આઇપીએસ પૂજા યાદવનું પ્રાથમિક શિક્ષણ હરિયાણામાં થયું છે. તેમણે બાયોટેક્નોલોજી એન્ડ ફૂડ ટેક્નોલોજીમાં એમટેકની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ તે કેનેડા જતી રહી હતી. થોડા વર્ષો સુધી કેનેડામાં નોકરી કર્યા બાદ તે જર્મની જતી રહી હતી. પરંતુ તે પોતાના દેશ માટે કંઇક કરવા માંગતી હતી અને એટલા માટે વિદેશની નોકરી છોડીને ભારત આવી ગઇ. 

3/6
image

ભારત આવીને પૂજા યાદવે યૂપીસસી પરીક્ષા (UPSC Exam) ની તૈયારી શરૂ કરી દીધી. પોતાના પ્રથમ પ્રયત્નમાં અસફળ થયા બાદ પણ તેમણે હાર ન માની. બમણી મહેનત સાથે બીજા પ્રયત્નમાં તે 174 મો રેન્ક પ્રાપ્ત કરી સફળ થઇ ગઇ હતી. પૂજા યાદવે વર્ષ 2018 બેચની આઇપીએસ અધિકારી છે. પૂજા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. 

4/6
image

આઇપીએસ પૂજા યાદવ ગુજરાત કેડરમાં ઓફિસર છે. પૂજા માટે આઇપીએસ ઓફિસર બનવાનો માર્ગ સરળ નથી. પૂજા પરિવારે હંમેશા તેમનો સપોર્ટ તો કર્યો પરંતુ તે લોકો આર્થિક રૂપથી નબળા હતા.

5/6
image

એમટેકનો અભ્યાસ અને યૂપીએસસી પરીક્ષા (UPSC Exam) ની તૈયારી કરતી વખતે તેમણે પોતાનો ખર્ચ નિકાળવા માટે બાળકોને ટ્યૂશન ભણાવ્યું અને રિસેપ્શનિસ્ટ તરીકે પણ કામ કર્યું. 

6/6
image

આઇપીએસ પૂજા યાદવે 2016 બેચની આઇએએસ ઓફિસર વિકલ્પ ભારદ્રાજથી વર્ષ 2021 માં લગ્ન કર્યા છે. તે કેરલ કેડરના અધિકારી છે પરંતુ પૂજા સાથે લગ્ન બાદ તેમણે ગુજરાત કેડરમાં ટ્રાંસફરનો અનુરોધ કર્યો છે. આ બંનેની મુલાકાત મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડમીમાં થઇ હતી.