ગુજરાતમાં મીની વાવાઝોડું ફૂંકાયું, સુસવાટાભર્યાં પવનથી વિધાનસભાના ગુંબજનું પતરું ઉડી ગયું

Gandhinagar News : રાજ્યમાં હજુ કમોસમી વરસાદનો કહેર ચાલુ છે. ઉત્તર ગુજરાતના 4, સૌરાષ્ટ્રના 2 અને કચ્છ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાંની આગાહી કરાઈ છે. હાલ ગુજરાતમાં અનેક સ્થળોએ સુસવાટા ભર્યો પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં ભારે પવનના કારણે વિધાનસભાના ગુંબજને અસર થઈ છે. વિધાનસભાના ગુંબજનું પતરુ ભારે પવનના કારણે ખુલી ગયુ હતું. પાછળના ભાગે પતરાનો એક બાજુનો ભાગ ખુલ્યો થયો છે. 
 

1/4
image

ગુજરાતમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે. સતત ત્રીજા દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ.... ભારે પવન સાથે વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. તો ગાંધીનગરના વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો. ગાંધીનગરમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગાઁધીનગરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો ભારે પવનની અસરથી  વિધાનસભાના ગુંબજને અસર થઈ હતી. 

2/4
image

ગુંબજનું પતરું ભારે પવનમાં ખૂલી ગયું હતું. પાછળના ભાગે પતરાનો એકબાજુનો ભાગ ખૂલી ગયો છે.

3/4
image

સચિવાલય સંકુલમા વૃક્ષ ધરાશાયી થયા. નવા સચિવાલયમા બે વૃક્ષ ધરાશાયી થયા. ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયા. તંત્ર દ્વારા ધરાશાયી વૃક્ષ દૂર કરવામા આવ્યા

4/4
image