શાહજહાંનું ‘ગંદુ’ સિક્રેટ : મહિલાઓ માટે એટલો પાગલ હતો કે સાળાની પત્નીને પણ છોડી ન હતી

Mughal Haram : તાજમહેલ સાચા પ્રેમનું પ્રતીક કહેવાય છે, તાજમહેલની સુંદરતા જોવા લોકો દૂર દેશથી આવે છે... તાજમહલ વિશે કહેવાય છે કે, શાહજહાએ તેને પોતાની બેગમ મુમતાઝના પ્રેમમાં તેની યાદ માટે બનાવ્યો હતો, પરંતું શુ તમે તેનું સત્ય જાણો છો

શાહજહાંનું ‘ગંદુ’ સિક્રેટ : મહિલાઓ માટે એટલો પાગલ હતો કે સાળાની પત્નીને પણ છોડી ન હતી

Mughal Haram : તાજમહેલની સાચા પ્રેમની નિશાની માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, શાહજહાંએ તેની બેગમ મુમતાઝ માટે તેની યાદમાં બનાવવામાં આવ્યો હતો. પરંતુ શું સાચી વાત તમે જાણો છો ખરા? પહેલા એ જણાવી દઇએ કે, શાહજહાંને મુમતાજ સિવાયની અન્ય 6 પત્નીઓ હતી. આ સિવાય તેના હરમમાં 8 હજારથી વધુ સ્ત્રીઓ રાખવામાં આવી હતી. એવું કહેવાય છે કે, તે બે વસ્તુનો શોખીન હતો, એક દારૂ અને બીજી સ્ત્રીઓ. ઇતિહાસકાર મનૂચીએ પણ લખ્યું છે કે, શાહજહાં માત્ર એક જ વસ્તુની ફિકર કરતો હતો જે હતી સુંદર મહિલાઓ. 

મુમતાઝ શાહજહાંની ચોથા નંબરની પત્ની હતી. ત્યારબાદ અન્ય 2 સ્ત્રીઓ સાથે પણ શાહજહાંએ લગ્ન કર્યા. મુમતાઝ આ પહેલા સૂબેદાર શેર અફઘાનની પત્ની હતી. જેની શાહજહાંએ હત્યા કરી નાંખી હતી. મુમતાઝનું મોત શાહજહાંના 14 માં બાળક બાદ થયું હતું. ત્યારબાદ શાહજહાંએ મુમતાઝની બહેન ફરઝાના સાથે નિકાહ કર્યા હતા. ઇતિહાસકારનો એ પણ સવાલ છે કે, શું ખરેખર શાહજહા મુમતાજને પ્રેમ કરતો હતો કે નહીં..? કારણ કે, કેટલાક ઈતિહાસકારો એવું કહે છે કે, શાહજહાએ બાદમાં મુમતાઝની બહેન સાથે લગ્ન કર્યા હતા. તો કેટલાક કહે છે કે, શાહજાએ જહાઆરા સાથે પણ સંબંધ બાંધ્યા હતા, જે મુમતાઝની દીકરી હતી. 

ઈતિહાસકારોએ એવા પણ સવાલો કર્યા છે કે શું શાહજહા હકીકતમાં મુમતાઝ સાથે પ્રેમ કરતો હતો. ફ્રાંસીસી ઈતિહાસકાર ફ્રાસ્બા બર્નિયરે લખ્યું કે, મહિલાઓ શાહજહાની મોટી નબળાઈ હતી. મહિલાઓ માટે એ એટલો પાગલ હતો કે તેણે પોતાના સાળાની પત્નીને પણ છોડી ન હતી. હરમમાં અકબરાબાદી મહલ અને ફતેહપુરી મહેલમાં રહેનારી મહિલાઓ તેને વધુ પસંદ હતી. હરમમા એક એવુ ગ્રૂપ હતું, જે શાહજહાની સામે નૃત્ય રજૂ કર્યું હતું. 

ઇતિહાસકાર કિશોરી લાલ શરણના મુજબ સંબંધ બનાવવા માટે શાહજહા વૃદ્ધાવસ્થામાં કામોત્તેજક ઔષધીઓનું સેવન કરતો હતો. જ્યારે તેની જિંદગીના થોડા વર્ષો બચ્યા હતા ત્યારે ઓરંગજેબે આગરા કિલ્લામાં એક સ્ત્રીઓનો સમુહ તેને ખુશ કરવા માટે જ રાખ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news