જાણો કોણ છે 'AAP'ને અશાંત કરનાર વકીલ પ્રશાંત પટેલ
ઓફિસ ઓફ પ્રોફિટના મામલામાં દિલ્હીના સત્તાધારી પક્ષના 20 ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવ્યા છે
- ઓફિસ ઓફ પ્રોફિટ મામલામાં દિલ્હીની AAP સરકાર મુશ્કેલીમાં
- AAPની મુશ્કેલી વધવા માટે જવાબદાર છે પ્રશાંત પટેલ
- આમિર અને કન્હૈયા કુમારની તકલીફ વધારી ચૂક્યા છે વકીલ પ્રશાંત
Trending Photos
નવી દિલ્હી : ઓફિસ ઓફ પ્રોફિટ મામલામાં દિલ્હીના સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને ચૂંટણી પંચે અયોગ્ય જાહેર કરી દીધા છે. આ મામલામાં દિલ્હી હાઇ કોર્ટે AAPના ધારાસભ્યોને રાહત આપવા માટે કોઈ વચગાળાનો આદેશ આપવાની મનાઈ ફરમાવી દીધી છે જેનાથી મુશ્કેલી વધી ગઈ છે. નોંધનીય છે કે જો રાષ્ટ્રપતિ ચૂંટણી પંચના આ નિર્ણયને મંજૂરી આપી દેશે તો આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોનું સભ્યપદ રદ થઈ શકે છે. જોકે આ સિવાય પક્ષ પાસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવાનો રસ્તો પણ તૈયાર છે. જોકે AAP સરકારમાં આવેલા આ રાજકીય ભૂકંપ પાછળ એક વકીલ પ્રશાંત પટેલનો હાથ છે. પ્રશાંત પોતે પોતાની જાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત ગણાવે છે.
ભારે પડી પ્રશાંતની ફરિયાદ
મીડિયા રિપોર્ટ પ્રમાણે વકીલ પ્રશાંત પટેલની ફરિયાદ પછી ચૂંટણી પંચે કાર્યવાહી કરીને ધારાસભ્ય વિશેનો રિપોર્ટ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલ્યો છે. વકીલ પ્રશાંતે 2015ના જૂન મહિનામાં તત્કાલિન રાષ્ટ્રપતિનેક અરજી કરીને AAP પાર્ટીના ધારાસભ્યોની સચિવ તરીકેની નિયુક્તિ પર સવાલ કર્યા છે.
કોણ છે પ્રશાંત પટેલ?
30 વર્ષીય પ્રશાંત પટેલ ઉત્તર પ્રદેશના ફતેહપુરના જહાનાબાદનો રહેવાસી છે. મધ્યમવર્ગીય પરિવારના પ્રશાંત આઇએએસ અધિકારી બનવા માગતા હતા. તેમણે નોઇડાથી એમબીએ કર્યા પછી કાયદાનો અભ્યાસ શરૂ કર્યો હતો અને પછી વકીલાત શરૂ કરી હતી. તેમણે પહેલાં કોર્પોરેટ લોમાં હાથ અજમાવ્યો હતો પણ તેમને આ કલ્ચર સમજાયું નહીં. આ પછી તેમણે પોતાનું કામ શરૂ કર્યું અને દિલ્હી શિફ્ટ થયા તેમજ ફેમિલી-ક્રિમીનલ કેસ જોવા લાગ્યા.
આમિર-કન્હૈયાની પણ વધારી હતી તકલીફ
પ્રશાંત પટેલને કારણે માત્ર અરવિંદ કેજરીવાલ જ નહીં પણ આમિર ખાન તેમજ કન્હૈયા કુમાર પણ મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે. આમિર ખાનની ફિલ્મ પીકે રિલીઝ થઈ એ પછી પ્રશાંત પટેલે મૂવીમાં હિંદુઓની ભાવના સાથે ચેડાં કરવાનો આરોપ મુકીને કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે જેએનયુમાં થયેલી નારાબાજીના મામલામાં કન્હૈયા કુમાર દ્વારા કરાયેલી જામીન અરજી વિરૂદ્ધ સપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે