ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની કેન્ટીનમાં માત્ર સ્વદેશી વસ્તુનું વેચાણ
આજે ગૃહ મંત્રાલયે આ નિર્ણય કર્યો છે કે, તમામ કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની કેન્ટીનો પર હવે માત્ર સ્વદેશી વસ્તુનું જ વેચાણ થશે. આ 1 જૂન 2020થી દેશભરની તમામ CAPF કેન્ટીનોમાં લાગુ થશે
Trending Photos
નવી દિલ્હી: આજે ગૃહ મંત્રાલયે આ નિર્ણય કર્યો છે કે, તમામ કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની કેન્ટીનો પર હવે માત્ર સ્વદેશી વસ્તુનું જ વેચાણ થશે. આ 1 જૂન 2020થી દેશભરની તમામ CAPF કેન્ટીનોમાં લાગુ થશે. તેમાં લગભગ 10 લાખ CAPF કર્મચારીઓના 50 લાખ પરિજન સ્વદેશી ઉપયોગ કરશે.
कल माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने देश को आत्मनिर्भर बनाने और लोकल प्रोडक्ट्स (भारत में बने उत्पाद) उपयोग करने की एक अपील की जो निश्चित रूप से आने वाले समय में भारत को विश्व का नेतृत्व करने का मार्ग प्रशस्त करेगी। pic.twitter.com/KlYD9Z7UVt
— Amit Shah (@AmitShah) May 13, 2020
અમિત શાહ (Amit Shah)એ ટ્વિટ કરતા લખ્યું કે, ગઈકાલે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનવા અને લોકલ પ્રોડક્ટ્સ (ભારતમાં બનેલી વસ્તુઓ)નો ઉપયોગ કરવાની એક અપીલ કરી જે નિશ્ચિત રીતથી આવનારા સમયમાં ભારતને વિશ્વના નેતૃત્વ કરવાનો માર્ગ પ્રશસ્ત કરશે.
इसी दिशा में आज गृह मंत्रालय ने यह निर्णय लिया है कि सभी केंद्रीय सशस्त्र पुलिस बलों (CAPF) की कैंटीनों पर अब सिर्फ स्वदेशी उत्पादों की ही बिक्री होगी। 01 जून 2020 से देशभर की सभी CAPF कैंटीनों पर यह लागू होगा। इससे लगभग 10 लाख CAPF कर्मियों के 50 लाख परिजन स्वदेशी उपयोग करेंगे।
— Amit Shah (@AmitShah) May 13, 2020
તેમણે બીજા ટ્વિટમાં લખ્યું, આ દિશામાં આજે ગૃહ મંત્રાલયે આ નિર્ણય કર્યો છે કે, તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની કેન્ટીનો પર હવે માત્ર સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થશે. 1 જૂન 2020થી દેશભરની તમામ CAPF કેન્ટીનો પર આ લાગુ થશે. તેનાથી લગભગ 10 લાખ CAPF કર્મચારીઓના 50 લાખ પરિજન સ્વદેશી ઉપયોગ કરશે.
मैं देश की जनता से भी अपील करता हूं कि आप देश में बने उत्पादों को अधिक से अधिक उपयोग में लायें व अन्य लोगों को भी इसके प्रति प्रोत्साहित करें। हर भारतीय अगर भारत में बने उत्पादों (स्वदेशी) का उपयोग करने का संकल्प ले तो पांच वर्षों में देश का लोकतंत्र आत्मनिर्भर बन सकता है।
— Amit Shah (@AmitShah) May 13, 2020
ત્રીજા ટ્વિટમાં દેશની જનતાથી અપીલ કરતા અમિત શાહએ લખ્યું, હું દેશની જનતાને અપીલ કરૂ છું કે, તમે દેશમાં બનતા ઉત્પાદોનું વધુમાં વધુ ઉપયોગ કરો તેમજ અન્ય લોકોને પણ તેના પ્રતી પ્રોત્સાહિત કરો. દરેક ભારતીય જો ભારતમાં બનતા ઉત્પાદો (સ્વદેશી)નું ઉપયોગ કરવાનો સંકલ્પ લે તો પાંચ વર્ષમાં દેશના લોકતંત્ર આત્મનિર્ભર બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે