Bhavnagar ના ઠગબાજોએ અપનાવ્યો એવો કિમિયો કે ભલભલા શિકાર બની બેઠા
ડોક્યુમેન્ટ પેપર (Document Paper) પર સહી કરાવવાના બહાને લોન પેપર પર સહી કરાવી લેતા હતા.
Trending Photos
નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર (Bhavnagar) ના બે ઠગબાજોએ એવો તો કીમિયો અજમાવ્યો કે અનેક લોકો તેનો શિકાર બની બેઠા અને અંતે મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન, ભાવનગર (Bhavnagar) ના જમનાકુંડ વિસ્તારના હુસેનખા પઠાણ અને વડવા નેરા વિસ્તારના મોહસીન હનીફભાઇ શેખ નામના બે યુવાનોએ બેકારીની આડમાં આવો જ એક કીમિયો અજમાવ્યો હતો. જરૂરિયાત મંદ લોકોના ડોક્યુમેન્ટ (Document) લઈને ફાયનાન્સ કાર્ડ કઢાવી રૂપિયા કમાવી આપવાની લાલચ આપી લોન (Loan) મેળવવા માટેના પેપરમાં સહી કરાવી છેતરપિંડી આચરતા હતા.
ફાયનાન્સ પર કોઈ વસ્તુ અપાવવાના બહાને લોન પર ગાડી ખરીદ કરતા
ભાવનગર (Bhavnagar) ના આ બે યુવાનો ખૂબ શાતિર દિમાગ હતા. પહેલા તેઓ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને શોધી તેને 8-10 હજારની લાલચ આપીને તેના ડોક્યુમેન્ટ (Document) મેળવતા અને તેના ડોક્યુમેન્ટ પેપર (Document Paper) પર સહી કરાવવાના બહાને લોન પેપર પર સહી કરાવી લેતા હતા. તેમજ લોન પેપરનો ઉપયોગ કરી નવી બાઈક છોડાવતા હતા અને તે બાઈક ઓછી કિંમતે વેચાણ કરી રોકડી કરી લેતા હતા. પરંતુ તેઓનો આ ગોરખધંધો વધારે સમય ના ચાલ્યો આગળ ચક્કર ચલાવે તે પહેલા બંનેનો ભાંડો ફૂટી જતાં પોલીસના હાથે ઝડપાઇ ગયા.
બેકારીના કારણે કીમિયો અજમાવ્યો હોવાની કબૂલાત
નાણાકીય જરૂરિયાતો અને નોકરી ધંધામાં ચાલી રહેલી બેકારીના કારણે બંને યુવાનોને આવો આઈડિયા (Idea) સૂઝ્યો હતો. તેમના શિકાર અભણ અને ગરીબ લોકો બન્યા હતા. જરૂરિયાતમંદ ગરીબ લોકોને નાની મોટી લાલચ આપી તેની પાસેથી ડોક્યુમેન્ટ મેળવતા હતા. તે ડોક્યુમેન્ટ (Document) પર તેઓની સહીઓ કરાવવાના બહાને લોન પેપર પર સહી કરાવી લેતા હતા. પરંતુ અંતે મામલો પોલીસ મથકે પહોંચતા તેઓના આ કારસ્તાનનો પર્દાફાશ થઈ ગયો હતો. તેમજ આ કામ તેઓ બેકારીના કારણે કરતા હોવાની પોલીસ પાસે કબૂલાત કરી હતી.
ફ્રીઝ અપાવવાના બહાને છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઇ હતી
શહેરના નિર્મળનગર (Nirmalnagar) માં રહેતા મિતુલ કરમશીભાઈ ઝાંઝરૂકિયાએ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમને ફ્રીઝ (Fridge) માટે લોન (Loan) અપાવવાના બહાને શાહરૂખ પઠાણ અને મોહસીન શેખ નામના ઈસમોએ ડોક્યુમેન્ટ પર સહી કરાવી છેતરપિંડી (Froud) અને વિશ્વાસઘાત કર્યો હતો. ફ્રીઝ અપાવવાના બદલે ફરિયાદીની જાણ બહાર રાજવી શોરૂમમાંથી સુઝુકી કંપનીના ઍક્સેસ સ્કૂટરની ખરીદી કરી હતી. જે ફરિયાદના આધારે પોલીસે બંને ઇસમોને ઝડપી લઈ તપાસ હાથ ધરી હતી.
5.70 લાખ ના 9 સ્કૂટર સાથે ઝડપાયા બંને આરોપી
ગંગાજળિયા પોલીસે (Police) બંને આરોપીને ઝડપી લઈને ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં બીજા અનેક લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી આચરી હોવાની શંકાના આધારે તપાસ કરતા હતા. આરોપીઓ પાસે થી 5 લાખ 70 હજારની કિંમતના 9 સ્કૂટરો મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે