આમિર ખાન આજથી શરૂ કરશે ફિલ્મ ''લાલ સિંહ ચડ્ડા''નું શૂટિંગ

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ''લાલ સિંહ ચડ્ડા''ની સાથે ચર્ચાનો ભાગ બની ચૂક્યા છે. તાજેતરમાં જ ફિલ્મનો લોગો જાહેર કર્યા બાદ હવે આમિર ખાન ''લાલ સિંહ ચડ્ડા'નું શૂટિંગ કરવા માટે તૈયાર છે. 

આમિર ખાન આજથી શરૂ કરશે ફિલ્મ ''લાલ સિંહ ચડ્ડા''નું શૂટિંગ

નવી દિલ્હી: બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ''લાલ સિંહ ચડ્ડા''ની સાથે ચર્ચાનો ભાગ બની ચૂક્યા છે. તાજેતરમાં જ ફિલ્મનો લોગો જાહેર કર્યા બાદ હવે આમિર ખાન ''લાલ સિંહ ચડ્ડા'નું શૂટિંગ કરવા માટે તૈયાર છે. 

અભિનેતા લાંબા સમયથી પોતાના પાત્રની તૈયારીઓમાં જોડાયેલા હતા અને હવે પોતાના પાત્રમાં ઢાળવા માટે તૈયાર છે જેના માટે આમિર ખાન પંજાબ જવા રવાના થઇ ચૂક્યા છે અને આજથી ફિલ્મના શૂટિંગનો શુભારંભ કરશે. આમિર ખાન આ ફિલ્મમાં એક પંજાબી વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા હતા જેના માટે આમીર ખાને પોતાના ફિજિકલ ટ્રાંસ્ફોર્મેશન પર કામ કર્યું છે અને પોતાની દાઢી પણ વધારી દીધી છે. તો બીજી તરફ ફિલ્મની મુખ્ય અભિનેત્રી કરીના કપૂર એક દિવસ પહેલાં એટલે કે 9 નવેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. 

આમિર ખાન અને કરીના કપૂર ખાન ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા'ની સાથે લાંબા સમય બાદ મોટા પડદા પર વાપસી કરી રહી છે જેના માટે પ્રશંસકો ખૂબ ઉત્સાહિત છે. એટલે કે આ જોડી પ્રશંસકોની પસંદ છે અને '3 ઇડિયટ્સ' જેવી ઘણી ફિલ્મોમાં એકસાથે જોવા મળ્યા હતા, હવે 'લાલ સિંહ ચડ્ડા'માં સ્ક્રીન સ્પેસ શેર કરતાં જોવા મળશે. 

ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા' 1994ની પ્રતિષ્ઠિત હોલીવુડ ક્લાસિક અને અમેરિકન કોમેડી-ડ્રામા 'ફોરેસ્ટ ગંપ'થી પ્રેરિત છે, જેમાં સુપરસ્ટાર પોતાની પ્રથાને ચાલુ રાખતાં અનોખા અવતારમાં પોતાના પ્રશંસકો સાથે રૂબરૂ થશે. 

અતુલ કુલકર્ણી દ્વારા લિખિત આ ફિલ્મ અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત કરવામાં આવશે અને તેને વાયકોમ18 સ્ટૂડિયોઝ અને આમિર ખાન પ્રોડશન્સ દ્વારા નિર્મિત કરવામાં આવશે. ફિલ્મ આગામી વર્ષે 2020ના ક્રિસમસના અવસર પર રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news