રાફેલ ડીલ પર વિવાદ: અનિલ અંબાણીએ આપ્યું મહત્વનું નિવેદન 

રાફેલ ડીલમાં ફ્રાન્સની કંપની તરફથી અંબાણીને જ વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટ મળ્યો છે. તેમણે આ વાત એવા સમયે કહી છે જ્યારે રાફેલ ડીલને લઈને મંત્રી અરુણ જેટલી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકબીજા પર બુધવારે તાજા આરોપ લગાવ્યાં. 

રાફેલ ડીલ પર વિવાદ: અનિલ અંબાણીએ આપ્યું મહત્વનું નિવેદન 

મુંબઈ: રાફેલ ડીલ મામલે જે વિવાદ ચાલી રહ્યો છે તે અંગે ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ બુધવારે નિવેદન આપતા કહ્યું કે સત્યનો વિજય થશે. રાફેલ ડીલમાં ફ્રાન્સની કંપની તરફથી અંબાણીને જ વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટ મળ્યો છે. તેમણે આ વાત એવા સમયે કહી છે જ્યારે રાફેલ ડીલને લઈને મંત્રી અરુણ જેટલી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકબીજા પર બુધવારે તાજા આરોપ લગાવ્યાં. 

આરોપોને આધારહીન અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા અંબાણીએ કહ્યું કે સત્યનો વિજય થશે. તેમણે કહ્યું કે જે પણ આરોપ લગાવવામાં આવી રહ્યાં છે તે દુર્ભાગ્યપૂર્ણ, નિહિત સ્વાર્થ અને કંપની હરિફાઈથી પ્રેરિત છે. 

અંબાણીને મીડિયાએ પૂછ્યું કે રાફેલ ડીલ મામલે તેમની કંપનીએ 5000 કરોડ રૂપિયાનો બદનક્ષીના મામલે કોંગ્રેસ અધ્યક્ષને કેમ અલગ રાખ્યાં. તેમણે કહ્યું કે મેં વ્યક્તિગત રીતે ગાંધીને પત્ર લખ્યો અને કહ્યું છે કે કોંગ્રેસ પાસે ખોટી અને ગુમરાહ કરનારી સૂચના છે જે દુર્ભાગ્યપૂર્ણ નિહિત સ્વાર્થ અને કંપની સ્પર્ધાનું પરિણામ છે. તેમણે આર ઈન્ફ્રાના મુંબઈમાં વીજળી કારોબારને અદાણી સમૂહને 18,800 કરોડ રૂપિયામાં વેચવાની ડીલ પૂરી થવાની જાહેરાત બાદ આ વાત કરી. 

તેમણે એ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું કે શું ગાંધી વિરુદ્ધ પણ બદનક્ષીનો દાવો માંડવાની જરર છે. અંબાણીએ કહ્યું કે તમામ આરોપ પાયાવિહોણા, ખોટી સૂચના આધારિત અને દુર્ભાગ્યપૂર્ણ છે. રાફેલ ડીલને લઈને જેટલી અને ગાંધીએ એકબીજા પર ખોટુ બોલવાનો આરોપ લગાવ્યો છે. ગાંધીએ તેને અત્યાર સુધીની સૌથી મોટી લૂંટ ગણાવી છે. જ્યારે જેટલીએ ફેસબુક બ્લોગ પર કોંગ્રેસ અધ્યક્ષને 15 સવાલ પૂછ્યાં છે. 

(ઈનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news